Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની આંખની તપાસણી

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની આંખની તપાસણી

- Advertisement -

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ખંભાળિયા- જામનગર હાઈવે રોડ ટોલનાકા પાસે વિના મૂલ્યે આઈ ચેક અપ તથા ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં એસટી બસ ડ્રાઈવર તથા ટ્રક ચાલકો અને અન્ય વાહન ચાલકો મળીને કુલ 176 વાહન ચાલકોની આંખના નિષ્ણાત ડોક્ટર નીરવ રાયમગીયા તથા તેઓની ટીમ દ્વારા આંખોની ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

આ ચેક-અપ દરમિયાન 58 જેટલા વાહન ચાલકોને નંબર જણાતા વિના મૂલ્યે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન બાબતે જાગૃતિ આવે તે માટે ટ્રાફિક રુલ્સ અંગેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તથા ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી તથા એસ.ટી. ડેપો મેનેજર અને સ્ટાફ સાથે લાયન્સ ક્લબ, મહિલા મંડળ, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ તથા રઘુવંશી મહિલા મંડળના સભ્યો સાથે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular