Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયઅરૂણાચલ પ્રદેશ આસપાસ ચાઇનીઝ સૈન્યની હિલચાલમાં અસાધારણ વધારો

અરૂણાચલ પ્રદેશ આસપાસ ચાઇનીઝ સૈન્યની હિલચાલમાં અસાધારણ વધારો

લુંગરોલા-ઝિમિથાંગ-બ્યૂમલામાં ચાઇનીઝ સૈનિકોની અવરજવર !

- Advertisement -

- Advertisement -

ભારતનાં આર્મી ઓફિસરો ભલે દાવો કરતા હોય કે પૂર્વ સેક્ટરમાં અરુણાચલમાં ચીનનું પેટ્રોલિંગ કે ચીની આર્મીની હિલચાલમાં નજીવો વધારો થયો છે, પણ સ્થિતિ કંઈક જુદી જ છે છેલ્લા બે વર્ષમાં તવાંગ સેક્ટરમાં ચીનની હિલચાલ અને પેટ્રોલિંગમાં ચિંતાજનક વધારો થયો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી નાં અધિકારીઓની અવરજવર વધી છે. તવાંગનાં ત્રણ સેક્ટર લંગરોલા, ઝિમિથાંગ અને બ્યૂમલામાં ચીનનાં આર્મીનું પેટ્રોલિંગ, તાલીમ તેમજ હાજરીમાં વધારો થઈ રહ્યો છે.

ચીનનાં આર્મી માટે ઝિમિથાંગ વિસ્તાર હોટસ્પોટ બન્યો છે. અહીં ચીની આર્મીની એક્ટિવિટીમાં જબરદસ્ત વધારો થયો છે. 2019માં અહીં નાં 33 અધિકારીઓએ મુલાકાત લીધી હતી જે 2020માં વધીને 102 થઈ છે. આ વર્ષનાં સપ્ટેમ્બર સુધીમાં 84 વખત આર્મીનાં અધિકારીઓ અહીં આવી ચૂક્યા છે. આર્મીનું પેટ્રોલિંગ પણ વધ્યું છે. 2019માં 6 વખત પેટ્રોલિંગ કરાયું હતું જે 2020માં વધીને 11 થયું છે. લુંગરોલા અને બ્યૂમલામાં પણ ચીનનાં આર્મીની હિલચાલમાં અસાધારણ વધારો થયો છે. એરિયા ડોમિનેશન પેટ્રોલિગ વધ્યું છે.

- Advertisement -

તવાંગ વિસ્તારમાં જે રીતે હળવા અને ભારે વાહનોની અવરજવર વધી છે તે પરથી પુરવાર થાય છે કે, અહીં એલએસી નજીક ચીન રસ્તા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. પાકા બાંધકામ અને છાવણીઓ બનાવાઈ રહ્યા છે.

ચીન આ વિસ્તારમાં કોઈ મોટી ચાલ ચાલવાની ફિરાકમાં છે. જો કે, ભારતનું આર્મી પણ સતર્ક છે અને ચીનની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે. કેમેરા, રડાર તેમજ માનવરહિત વ્હિકલ્સ અને ડ્રોન દ્વારા ચીનની હિલચાલની નોંધ રાખવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular