ઘણી વખત મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં એક મોબાઈલ શોપમાં રીપેરીંગ કરવા માટે મુકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. મોબાઈલની બેટરી ફૂલી ગઈ હોવાને કારણે બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
#gujarat #Bharuch #viralvideo #videonews #Khabargujarat
ભરૂચના અંકલેશ્વરમાં એક મોબાઈલ શોપમાં રીપેરીંગ કરવા માટે મુકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી
સદનસીબે કોઈ જાનહાની નહી pic.twitter.com/eHquX0Gs46
— Khabar Gujarat (@khabargujarat) January 28, 2022
અંકલેશ્વર શહેરના ગડખોલ વિસ્તારમાં આવેલા માયાનગરના એક મોબાઈલ રીપેરીંગ શોપમાં અચાનક બ્રાન્ડેડ કંપનીનો રેપેરીંગ માટે ખુલ્લા મુકેલા મોબાઈલની બેટરી ફૂલી જતા તેમાં બ્લાસ્ટ થયો હતો.સીસીટીવીમાં જોઈ શકાય છે કે દુકાનમાં કારીગર મોબાઈલ રિપેરિંગ કરી રહ્યો હતો તેણે મોંઘીઘાટ કંપનીનો ફોન આગળના ભાગે મૂક્યો હતો. અને તેમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ મોબાઈલની દુકાનમાં અગાઉ પણ બે-ત્રણ વાર મોબાઈલ ફોનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.