જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા સોની સમાજના મહિલા ઉત્કર્ષ વિભાગ હેઠળ સમાજ પ્રમુખ નીતિનભાઈ વારીયા તથા મહિલા ઉત્કર્ષ વિભાગ મંત્રી રીટાબેન ઝિંઝુવાડીયા ના માર્ગદર્શન દ્વારા બહેનોમાં રહેલા કલા કૌશલ્યને પ્રોત્સાહિત કરવા તારીખ 1/2 /3 ઓગસ્ટ સુધી સવારના 9:00 વાગ્યાથી રાત્રિના 9:00 વાગ્યા સુધી લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એક્ઝિબિશન કમ સેલ નુ આયોજન જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ ની વાડી, દ્વારકા પુરી રોડ, ખંભાળિયા નાકા બહાર, જામનગર માં રાખવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશન નિહાળવા સમગ્ર જામનગરની જાહેર જનતાને પધારવા સોની સમાજના મંત્રી કિશોરભાઈ પાટડીયા એ અનુરોધ કર્યો છે.


