જામનગર શહેરના હવાઈ ચોકમાં અગાઉની ફરિયાદ પાછી ખેંચવા માટે ત્રણ શખ્સોએ પૂર્વ કોર્પોરેટરને ફડાકા મારી ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 17 વિસ્તારમાં રહેતાં કોંગે્રસના પૂર્વ કોર્પોરેટર ધીરેશભાઈ કનખરા નામના પ્રૌઢે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે ગત તા.13 ના રોજ રાત્રિના સમયે વિમલ કિશોર કનખરા, હિતેશ કનખરા, કેતનભાઈ સહિતના ત્રણ શખ્સોએ બોલાચાલી કરી ફડાકા મારી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળાગાળી કરી મૂંઢ ઈજા પહોંચાડી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગે કોંગે્રસના પૂર્વ કોર્પોરેટર દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. જાડેજા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.