Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં દરેક ત્રીજો ગ્રામિણ ગરીબ

ભારતમાં દરેક ત્રીજો ગ્રામિણ ગરીબ

ભારતમાં ગરીબી વધી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ : બિહાર દેશનું સૌથી ગરીબ રાજય : શહેરોમાં ગરીબીનું પ્રમાણ 8 ટકા

- Advertisement -

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટના એક રીપોર્ટ અનુસાર ભારતની સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોમાં ખરાબ થઇ છે રીપોર્ટ મૂજબ ભારતમાં ગરીબ વધી છે. ગામડામાં રહેતો દર ત્રીજો માણસ ગરીબ છે. ભારતના ગામડામાં રહેતી 33 ટકા વસ્તી ગરીબ છે જયારે શહીરમાં 8 ટકા લોકો ગરીબ છે.

- Advertisement -

ભારતનાં ગામડાંઓમાં વસતા 33 ટકા લોકો એટલે કે દર ત્રીજી વ્યક્તિ અત્યંત ગરીબ છે. જયારે શહેરોમાં 8 ટકા લોકો ગરીબ છે. પૈસાના આધારે અહીં ગરીબીનો આંકડો કાઢવામાં આવતો નથી. પણ તેમનું ભોજન કેવું છે? કેટલા શાળાએ જઈ રહ્યા છે? વીજળી ની સપ્લાય છે કે નથી ? બાળક અને માતાનું સ્વાસ્થ્ય, પાણીની સુવિધા, બેંક એકાઉન્ટ છે નહીં? આ આધાર પર ગરીબીનો આંક કાઢવામાં આવ્યો છે. આ આધાર પર ભારતની 25 ટકા વસ્તી ગરીબ છે. રાજયોની વાત કરીએ તો બિહારની 52 ટકા અને ઝારખંડની 42 ટકા વસ્તી ગરીબ છે. આ પછી મધ્ય પ્રદેશનો નંબર આવે છે જયાં સુવિધાઓના અભાવે 36 ટકા લોકો ગરીબ છે. દેશની રાજધાની દિલ્હીમાં આ સુવિધાઓના અભાવે લગભગ પ ટકા લોકો ગરીબ છે. હાલમાં જ જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઓફ ઇન્ડિયા અનુસારના આંકડાઓ આવું જ કહે છે. ગરમીથી પંખાના વેચાણમાં વધારો થયો છે. પરંતુ એસી અને કુલર જેવી વસ્તુઓ હજી પણ ગામડાઓની પહોંચી નથી. 2005માં, ગામના 38 ટકા ઘરોમાં પંખાની સુવિધા હતી, જયારે શહેરોમાં લગભગ 8પુ ઘરોમાં પંખા હતા. 2021 માં, શહેરોમાં 96 ટકા ઘરોમાં પંખા હતા, અને ગામડાઓમાં 84 ટકા ઘરોમાં હવે પંખા છે. કુલ મળીને 89 ટકા ઘરોમાં હવે પંખાની સુવિધા છે. પરંતુ એસી અને કૂલરની બાબતમાં એવું નથી. વર્ષ 2015માં 33 ટકા શહેરી ઘરોમાં એસી અથવા ડૂલરની સુવિધા હતી.વર્ષ 2015 સુધી ગામમાં માત્ર 10 ટકા ઘર એવા હતા કે એસી કે કુલરની સુવિધા અસ્તિત્વમાં હતી. 2021 સુધીમાં, ભારતના 40 શહેરી ઘરોમાં એસીની સુવિધા છે. ગામમાં હજુ પણ 16 ટકાથી પણ ઓછા ઘરમાં એસી કે કુલર છે. ફ્રીજ અને વોશિંગ મશીન ગામડાઓના પરિવારો માટે માત્ર એક સ્વપ્ન સમાન છે. ગામમાં એક ચતુર્થાશથી પણ ઓછા પરિવારોમાં આવી સુવિધાઓ છે. વર્ષ 2005માં 34 ટકા શહેરોમાં ફ્રિજ હતું, પરંતુ ગામમાં માત્ર 6 ટકા લોકો પાસે જ ફ્રિજ હતું. 2021માં એટલે કે 15 વર્ષમાં આ સીન બદલાઇ ગઇ છે. હવે શહેરોમાં 64 ટકા લોકો પાસે ફ્રિજ છે, જયારે ગામમાં માત્ર 25 ટકા લોકો પાસે જ ફ્રીઝ છે. એટલે કે માત્ર ચોથા ભાગના લોકો પાસે જ ફ્રિજ હોય છે. ભારતના શહેરોમાં માત્ર 36 ટકા લોકો અને ગામના માત્ર 9 ટકા લોકો પાસે વોશિંગ મશીન છે. દેશમાં સૌથી વધુ વાહનો દિલ્હીમાં છે, પરંતુ દિલ્હી અને સમગ્ર ભારતની સ્થિતિ સાવ અલગ છે. અડધું ભારત હજી પણ દ્ધિ-ચક્રી પર સવારી કરે છે. વર્ષ 2005માં 30.5 ટકા લોકો પાસે શહેરોમાં સ્કૂટર કે અન્ય કોઇ ટુ-વ્હીલર હતું અને ગામડાઓમાં માત્ર 10 ટકા લોકો પાસે ટુ-વ્હીલર હતા. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના લેટેસ્ટ આંકડા મુજબ શહેરોમાં 60 ટકા લોકો અને ગામડાઓમાં 44 ટકા લોકો પાસે ટુ-વ્હીલર એટલે કે સ્કૂટર કે બાઈક કે સ્કૂટી છે. 2005માં શહેરોમાં માત્ર 6 ટકા લોકો પાસે જ કાર હતી. ગામના માત્ર 13 ઘરોમાં જ કાર ચલાવવામાં આવતી હતી.

એટલા માટે પહેલા જયારે ગામમાં કાર આવતી હતી ત્યારે લોકો તેને આશ્ર્ચર્યથી જોતા હતા, બાળકો કારની પાછળ દોડતા હતા. આ હવે થોડું બદલાયું છે. 2021 મુજબ, શહેરમાં 14 ટકાથી પણ ઓછા ઘરોમાં કાર છે. ગામના માત્ર 4.4 ટકા ઘરોમાં જ કાર નસીબ છે. ભારતમાં લેન્ડલાઇન ફોનનું સ્થાન હવે મોબાઇલ ફોને લાંધું છે. 31 જુલાઈ, 1995ના રોજ કોંગ્રેસ સરકારના દૂરસંચાર મંત્રા સુખ રામે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી જયોતિ બસુને પહેલો મોબાઈલ ફોન કર્યો હતો. તે સમયે 8 રૂપિયા પ્રતિ મિનિટનો કોલ થતો હતો. બંને ફોન નોકિયા કંપનીના હતા. ત્યારબાદ ભારતમાં મોબાઈલ ફોન અને પછી સ્માર્ટ ફોનનો જમાનો આવ્યો. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સ્પીડ જેટલી ઝડપથી વધી તેટલી જ ઝડપથી લેન્ડલાઇન ફોન પણ ગાયબ થઇ ગયો હતો. 2005 સુધીમાં ભારતમાં માત્ર 15 ટકા લોકો પાસે જ લેન્ડલાઇન ફોન બચ્યા હતા. 2022 માં ભારતમાં માત્ર 2 ટકા લોકો જ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરે છે. 2005 માં 10 માંથી માત્ર 2 ભારતીયો પાસે જ મોબાઇલ ફોન હતો. ભારતમાં આજે 75 કરોડ લોકો પાસે ઓછામાં ઓછો એક સ્માર્ટફોન છે, એટલે કે દર 10માંથી 6 લોકો પાસે એક સ્માર્ટફોન છે. જો આપણે બેઝિક ફોનને જોડીએ તો ભારતમાં 95 ટકા લોકો પાસે મોબાઇલ ફોન છે. ડેલોઇટ કંપનીના જણાવ્યા અનુસાર, ભારતમાં 2026 સુધીમાં 100 મિલિયન લોકો પાસે સ્માર્ટફોન હશે. 2005માં ભારતમાં 36 ટકા શહેરી વસતી પાસે મોબાઇલ ફોન હતો. જયારે ગામના 7 ટકા લોકો પાસે મોબાઈલ ફોન હતો. 2015માં 96 ટકા શહેરી લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા બન્યા હતા. ગામમાં 87 ટકા લોકો પાસે મોબાઈલ ફોનની સુવિધા હતી. 2021 માં, શહેરોના મોબાઇલ ફોન વપરાશકારોની સંખ્યામાં ગામડાઓ કરતા વધુ ફેરફાર થયો. 2021 માં શહેરોમાં 96.7ટકા અને ગામડાઓમાં 91.5ટકા લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular