કોરોનાની મહામારીનો સામનો કરી રહેલા ભારતની મદદે અત્યાર સુધી અનેક દેશ આગળ આવ્યા છે. ત્યારે હવે ક્રિક્રેટર સચિન તેંડુલકર દ્રારા પર કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ખરીદવા માટે 1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મહામારીમાં અનેક લોકો ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે. આ સમયે સચિન દ્રારા સહાયની ઘોષણા કરવામાં આવી છે.
દેશની આરોગ્ય પ્રણાલી પણ આ કટોકટીથી ઝઝૂમી રહી છે અને દર્દીઓ માટે ઓક્સિજન અને મહત્વપૂર્ણ દવાઓની સુવિધા થઇ શકતી નથી. ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ મશીન આયાત કરવા અને જરૂરિયાતમંદ હોસ્પિટલોને સહાય આપવા માટે દિલ્હી-એનસીઆર સ્થિત નાણાં એકત્ર કરતી મિશન ઓક્સિજન દ્રારા તેના નિવેદનમાં જણાવાયુછે કે સચિનનું મિશન ઓક્સિજનનું દાન હૃદયસ્પર્શી છે. જે જરૂરિયાતના સમયે દેશભરના હોસ્પિટલો માટે જીવનરક્ષક ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ખરીદવા માટે કામ લાગશે.
ઓસ્ટ્રેલીયાના બોલર પૈટ કમિન્સ દ્રારા ભારતને 50હજાર ડોલરની સહાય કરવામાં આવી છે. આ ઉપરાંત બ્રેટ લી દ્રારા મંગળવારના રોજ કોરોનાની મહામારી સામે લડી રહેલ દેશની સહાય અર્થે 40લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ખેલાડીઓની સહાય બાદ ભારતના ક્રિક્રેટરો ટ્રોલ થયા હતા. અને સચિન દ્રારા હવે 1 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.