જામનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ 20 વર્ષનો વિશ્ર્વાસ, 20 વર્ષનો વિકાસ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આજરોજ સાંજે પ વાગ્યે એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં
કાર્યક્રમના સ્થળે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે જામનગર શહેર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિકસોના કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
જામનગર મહાનગરપાલિકા આયોજિત આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા દંડક કેતનભાઇ ગોસરાણી તથા વિરોધપક્ષ નેતા આનંદભાઇ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.