જામનગર શહેરમાં આવેલી જિલ્લા જેલમાં દવાખાના વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતો યુવાન ગુરૂવારે સાંજના સમયે કેદીઓને તપાસતા હતા ત્યારે એક કેદીએ જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા તબીબને અપશખ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી જિલ્લા જેલમાં દવાખાના વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો.જન્મેજયસિંહ અજયસિંહ જાડેજા નામના યુવાન ગુરૂવારે જેલના દવાખાનામાં કેદીઓને તપાસતા હતા ત્યારે જહાંગીર યુસુફ ખફી નામના કેદી શખ્સે જી.જી.હોસ્પિટલમાં સારવારમાં જવા માટે તબીબ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઉશ્કેરાઇને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ તબીબે જાણ કરતાં પીએસઆઇ આઇ.આઇ.નોયડા તથા સ્ટાફે જહાંગીર ખફી વિરૂધ્ધ ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.