દેશમાં ફુગાવાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો વધીને 7 મહિનાની ટોચે પહોંચી ગયો છે. ડિસેમ્બરમાં 5.66 ટકા સામે જાન્યુઆરીમાં આ દર 6.01 ટકા નોંધાયો છે. બીજી તરફ જથ્થાબંધ ભાવાંકમાં થોડી રાહત સાંપડી છે. જથ્થાબંધ ફુગાવો થોડો ઘટયો છે. છતાં સતત 10 મહિનાથી તે ડબલ ડિઝીટમાં રહ્યો છે. ગઇકાલે જાહેર થયેલો આંકડાઓ મુજબ જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવાનો દર 13.56 ટકાથી ઘટીને 12.96 ટકા થયો છે. બીજી તરફ મોંઘવારીમાં પિસાઇ રહેલી પ્રજાને થોડી રાહત આપવા કેન્દ્ર સરકારે દાળ અને તેલની આયાત ડયુટીમાં ઘટાડો કર્યો છે. જેને કારણે આગામી સમયમાં ખાદ્યતેલ અને દાળના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જે ગૃહિણીઓ માટે સારા સમાચાર છે.
દેશમાં ફુગાવાની ચિંતા વચ્ચે જથ્થાબંધ ફુગાવામાં થોડો ઘટાડો થયો છે અને ડિસેમ્બર 2021માં જે 13.56% હતો તે ઘટીને 12.96% નોંધાયો છે. જો કે જથ્થાબંધ ફુગાવો હજું સતત 10 માસથી ડબલ ડીજીટમાં છે. ખાસ કરીને ક્રુડતેલના સતત વધતા જતા ભાવના કારણે આ સ્થિતિ બની છે. જાન્યુઆરી માસ દરમ્યાન ઉત્પાદન ચીજોનો ફુગાવો ઘટીને 9.4% નોંધાયો હતો. જયારે ખાદ્ય ચીજોનો ફુગાવો વધીને 10.33% થયા છે. ક્રુડ વિ. ભાવના કારણે તથા માવઠા વિ. ના કારણે શાકભાજી, આંતરરાષ્ટ્રીય પરિણામથી ખાદ્યતેલના ભાવ વધતા તેની અસર જથ્થાબંધ ફુગાવા પર થઈ છે. જો કે ટેક્ષટાઈલ, કેમીકલ વિ. ના ભાવ ઘટયા છે.
ખાવા પીવાની વધતી કિંમતો વચ્ચે સારા સમાચાર છે. મોંઘવારીથી રાહત મળે તે માટે સરકારે દાળ અને પામ ઓઇલ પર ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. ખાદ્ય ફુગાવા પર કાબુ મેળવવા માટે સરકારે ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી આવતી દાળ પર આયાત ડયુટી શૂન્ય કરી દીધી છે અને અમેરિકાથી આવતી દાળ પર ડયુટી 30 ટકાથી ઘટાડી 22 ટકા કરી છે. સરકારે કાચા પામતેલ પરની સેસને 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરી છે. જો કે મગની આયાત માટે વિન્ડોને લગભગ બે મહિના માટે બંધ કરવાના અચાનક ફેંસલાથી ઉદ્યોગ ચોંકી ઉઠયું છે કે જેઓ પહેલેથી જ આયાત કોન્ટ્રાકટ કરી ચૂકયા હોય. ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. મોંઘવારીમાં ઘટાડો કરતું એક પગલું કેન્દ્ર સરકારે ભર્યું છે.
4અનુ. પાના નં. 6 ઉપર