લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. આ પહેલા એક નવો સર્વે સામે આવ્યો છે. સર્વે અનુસાર, ભારતીય મતદારોની મુખ્ય ચિંતા વધી રહેલી બેરોજગારી અને મોંઘવારી છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક મજબૂત નેતા તરીકે અને વિશ્ર્વમાં ભારતનું કદ વધી રહ્યું છે, ત્યારે સતત ત્રીજી વખત કેન્દ્રમાં ભાજપની સરકાર રચાય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બીજા કાર્યકાળમાં બેરોજગારીનો દર 0.5% વધ્યો (મોદી 2.0) સર્વેમાં સામેલ 62 ટકા લોકોએ કહ્યું કે છેલ્લા 5 વર્ષ નોકરીના મામલે મુશ્કેલ હતા.
સર્વે મુજબ દેશમાં મતદાતાઓ માટે બેરોજગારી અને મોંઘવારી મુખ્ય મુદ્દા છે, પરંતુ તેમ છતાં પીએમ નરેન્દ્રભાઇ મોદી મજબૂત નેતા છે. ભાજપનો હિંદુ રાષ્ટ્રવાદી એજન્ડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વધતું કદ મોદીને ત્રીજી વખત સત્તામાં આવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
લોકનીતિ-સીએસડીએસ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના આધારે ધ હિન્દુ અખબારે જણાવ્યું હતું કે ભારતના 28માંથી 19 રાજ્યોમાં 10,000 મતદારોમાંથી 27%ની પ્રાથમિક ચિંતા બેરોજગારી હતી, જ્યારે ફુગાવો 23% સાથે બીજા સ્થાને હતો. સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી લગભગ બે તળતીયાંશ અથવા 62્રુ લોકોએ કહ્યું કે પીએમ મોદીના વડાપ્રધાન તરીકેના બીજા કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં નોકરીઓ મેળવવી વધુ મુશ્કેલ બની ગઈ છે.
22% લોકોએ કહ્યું કે તેમને પીએમ મોદીના કાર્યકાળમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પસંદ આવ્યું. માત્ર 8% લોકોએ કહ્યું કે આ તેમની પ્રાથમિક ચિંતા છે. સર્વેમાં સામે આવ્યું છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ બેરોજગારી અને મોંઘવારી તેના વિકાસમાં અવરોધરૂપ છે.
બેરોજગારીનો દર 2022/23માં વધીને 5.4્રુ થયો હતો, જે ઙખ મોદીના સત્તામાં આવ્યા પહેલા 2013/14માં 4.9% હતો. અધિકળત ડેટા દર્શાવે છે કે નબળી કુશળતા અને ગુણવત્તાયુક્ત નોકરીઓની અછત છે.
પીએમ મોદીએ જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદઘાટન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી લગભગ દરેક ચૂંટણીમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં દેશની જનતાને આ વચન આપતી હતી. સર્વેમાં સામેલ 48% લોકોએ કહ્યું કે રામ મંદિરના નિર્માણથી હિંદુઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. તે જ સમયે, 79% લોકોએ કહ્યું કે ભારત માત્ર હિન્દુઓનું નથી, પરંતુ તમામ ધર્મોના નાગરિકો સમાન છે.
સર્વેમાં લોકોને પીએમ મોદીની વિદેશ નીતિ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઞ્20 બેઠકની અધ્યક્ષતા અને નવી દિલ્હીમાં સપ્ટેમ્બરમાં ઞ્20 નેતાઓની યજમાની જેવી મહત્વપૂર્ણ ઘટનાઓથી લોકો આકર્ષાયા હતા. સર્વેમાં લગભગ 8% લોકોએ કહ્યું કે તેઓને ભારતની સારી આંતરરાષ્ટ્રીય છબી બનાવવાના સરકારના પ્રયાસો ગમ્યા.