જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ વિકટોરિયા પુલથી લઇ ગુલાબનગર સુધી દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરાઇ હતી. શહેરના વિકટોરિયા પુલ થી ગુલાબનગર સુધી રાજમાર્ગો ઉપર ફ્રૂટ વેચાણ માટે અનેક લોકો દ્વારા ડેરા જમાવ્યા છે. માર્ગ ઉપર રહેલાં આ ફ્રૂટ વેચાણના તંબુને લીધે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતી રહે છે. આ અંગે એસ્ટેટ શાખા દ્વારા આજે આવા વેપારીઓ ઉપર તવાઇ બોલાવી હતી અને આ માર્ગ પરના ફ્રૂટના વેચાણ કરતાં લોકોના ડેરા તંબુ હટાવ્યા હતાં અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.