Sunday, December 22, 2024
Homeરાજ્યએસ્સારે માળખાગત અસ્કયામતો માટે એએમ/એનએસ સાથે 2.4 બિલિયન ડોલર વેચાણની સમજૂતી કરી

એસ્સારે માળખાગત અસ્કયામતો માટે એએમ/એનએસ સાથે 2.4 બિલિયન ડોલર વેચાણની સમજૂતી કરી

- Advertisement -

ભારતમાં મહામારી પછીના સૌથી મોટા એમએન્ડએ સોદાઓ પૈકીના એકમાં એસ્સારે પોર્ટસ અને વીજ પ્લાન્ટ સહિત એની કેટલીક માળખાગત અસ્કયામતો માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમ/એનએસ) સાથે નિર્ણાયક સમજુતી કરવાની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે હઝીરા સ્ટીલ પ્લાન્ટની કામગીરી સાથે સંબંધિત છે.

- Advertisement -

આ સોદા સાથે એસ્સાર એના આયોજિત એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામને પૂર્ણ કરશે અને ભારતીય બેંકીંગ ક્ષેત્રમાં 25 અબજ ડોલર (રૂા. 2 લાખ કરોડ)ના ઋણની ચૂકવણીની યોજના પૂર્ણ કરીને લગભગ તમામ ઋણની ચૂકવણી કરશે. ધિરાણના ઉપયોગનું સ્તર અત્યાર સુધીનું સૌથી ઓછું 0.2 છે.

એસ્સાર કેપિટલના ડિરેકટર પ્રશાંત રૂઈયાએ કહ્યું હતું કે, અત્યારે એસ્સારે વૃધ્ધિ અને નવેસરથી કામગીરી કરવાની સ્થિતિ ફરી મેળવી છે. છેલ્લાં 4 વર્ષમાં અમારા વ્યવસાયને કોન્સોલિડેટ કર્યા પછી અમે હવે પર્યાવરણને અનુકૂળ ભવિષ્યની ઊર્જાનું નિર્માણ કરવામાં મદદરૂપ વૃધ્ધિના આગામી તબકકામાં પ્રવેશ કર્યો છે. જે પર્યાવરણને અનુકૂળ દુનિયા માટે જીવન અને આજીવિકા પર અસર કરશે.

- Advertisement -

એસ્સાર પોર્ટસ એન્ડ ટર્મિનલ લિમિટેડના ડિરેકટર રેવાંત રૂઈયાએ કહ્યું હતું કે, અમારા રોકાણ પર અનેકગણું વળતર આપતા આ સોદા સાથે એસ્સાર પોટર્સ એન્ડ ટર્મિનલ્સે એના તમામ હિતધારકો માટે વેલ્યુ અનલોક કરી છે તથા ભારત અને વિદેશોમાં નવી અને આધુનિક મુખ્ય માળખાગત અસ્કયામતોનું નિર્માણ કરવા ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખશે.
આ સોદામાં એસ્સાર અને આર્સેલર મિત્તલ વચ્ચે ગુજરાતના હઝીરામાં 4 એમટીપીએ સીએનજી ટર્મિનલનું નિર્માણ કરવા 50-50 સંયુકત સાહસન ભાગીદારીનો વિચાર પણ કરવામાં આવ્યો છે.

આ મોનેટાઈઝેશન સાથે એસ્સારની કુલ આવક 1.25 અબજ ડોલર (રૂા.10 હજાર કરોડ) ની ઈબીઆઈટીડીએ અને 8 અબજ ડોલર (રૂા.64 હજાર કરોડ) ની એયુએમ (એસેટ અંડર મોનેટાઈઝેશન) સાથે 15 અબજ ડોલર હશે જેની વિવિધ અસ્કયામતો ભારત અને વિદેશોમાં ફેલાયેલી છે.

- Advertisement -

તેમાં યુકેમાં 10 એમટીપીએની રીફાઈનરી, ભારત અને વિયેતનમાં બિનપરંપરાગત હાઈડ્રોકાર્બનનો 15 ટીસીએફ ભંડોળ, યુકેમાં 1200 મેગાવોટનો વીજ પ્લાન્ટ, 3 મિલિયન ટનની ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ટર્મિનલ ભારતમાં 20 એમટીપીએનું પોર્ટ, ઈપીસી વ્યવસાય અને 30+ દેશોમાં આઈટી સોલ્યુશન સેન્ટર્સ સામેલ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં અગાઉની ટેકનોલોજી સાથે નિર્મિત્ત અસ્કયામતોનું આયોજિત અને વ્યૂહાત્મક રીતે મુદ્રીકરણ કરીને એસ્સાર હવે આગામી કેટલાંક દાયકાઓમાં લેટેસ્ટ, વધારે કાર્યદક્ષ અને ઈએસજી નિયમોનું પાલન કરતી ટેકનોલોજીઓ સાથે નવી અસ્કયામતોનું નિર્માણ કરવા સજ્જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular