Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, કેન્દ્ર સરકારે પત્ર લખીને કહ્યું કે...

ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, કેન્દ્ર સરકારે પત્ર લખીને કહ્યું કે…

- Advertisement -

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ફેલાવાને રોકવા માટે ગુજરાત સહીત 8 રાજ્યોને પત્ર લખીને સૂચનાઓ આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું છે કે જે જીલ્લામાં વાયરસનો આ નવો વેરીએન્ટ જોવા મળ્યો છે ત્યાં કોન્ટેક્ટ ટ્રેસિંગ, વધુમાં વધુ ટેસ્ટીંગ અને ભીડ અટકાવવા સહીત અગ્રતાના ધોરણે રસીકરણ કરવામાં આવે.

- Advertisement -

દેશમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 જેટલા કેસ સામે આવ્યા છે. 8 રાજ્યો જેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પંજાબ, કર્નાટક, તમિલનાડુના જીલ્લાઓમાં આ કેસ નોંધાયા છે. તેવામાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખીને એ જીલ્લાઓ અને જગ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યાં ડેલ્ટા પ્લસના વેરિએન્ટ જોવા મળ્યા છ. અને કહ્યું છે કે નવા વેરિએન્ટને રોકવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવે અને સંક્રમિત જીલ્લાઓમાં ભીડ અને લોકોને પરસ્પર મળવા પર પ્રતિબંધ, ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવે અને પ્રાથમિકતાના આધારે વેક્સીન આપવામાં આવે. તેમજ કોરોના પોઝીટીવ લોકોના નમુનાઓને પણ જીનોમ સીક્વેન્સિંગ માટે તાત્કાલિક લેબોરેટરીમાં મોકલવામાં આવે.

અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાતના બે જીલ્લાઓ વડોદરા અને સુરતમાં પણ ડેલ્ટા પ્લસના બે કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત મદુરઈ, કાંચીપુરમ, ચેન્નાઈ, બિકાનેર, મૈસુર, પટિયાલા, લુધિયાના, કટારા, ફરીદાબાદ અને તિરુપતિમાં પણ ડેલ્ટા પ્લસના કેસ સામે આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular