વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતને વિશ્વભરમાં ઉન્નત સ્થાન અપાવવા સતત પ્રયત્નશીલ એવા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન આવતીકાલ તા. 17 સપ્ટેમ્બરના રોજ છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં તા. 17 સપ્ટે.થી ર ઓકટો. સુધી સેવા પખવાડીયાના માધ્યમથી અનેક સેવાકીય કાર્યક્રમો કરી રહેલ છે. તા. 17ના રોજ ફલ્લા ખાતે વૃક્ષારોપણ કાર્યકમમાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા તથા કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
જિલ્લા કક્ષાનો બ્લડ ડોનેશન કેમ્પ તા. 18ના રોજ સવારે 9-30 કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજનાર છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર ઉપસ્થિત રહેશે. કાર્યકરો, શુભેચ્છકો, ચુંટાયેલ પ્રતિનિધિઓ તથા સંગઠનના સર્વે પદાધિકારીઓને આ પ્રસંગે ઉપસ્થિત રહી, મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા જિલ્લાના આગેવાનોએ અપીલ કરેલ છે. આ ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કાલાવડ ખાતે સુરસાંગળા હનુમાન મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપરીયાની ઉપસ્થિતિમાં જામજોધપુર તાલુકાના જામવાડીમાં સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ છે. જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરાની ઉપસ્થિતિમાં કમલ ભવન, જોડીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તા. 20 ના રોજ યોજાશે. લાલપુર તાલુકાનો બ્લડ ડોનેશન કેમ્પ તા. ર4ના રોજ નમો ભવન, લાલપુર ખાતે યોજાશે.
આ ઉપરાંત સમગ્ર પખવાડીયા દરમ્યાન વડાપ્રધાન મોદીને 73 વર્ષ થતા હોય 73 વૃક્ષોનું વાવેતર લાલપુરના ઝાખર ગામે, ધ્રોલ ખારવા રોડ પર, કાલાવડના ખરેડી ગામે, જામજોધપુર સોનવડીયાના અમૃત સરોવર ગામે, સિક્કા નગરપાલિકામાં આંગણવાડી તથા શિવ મંદિર ખાતે, જોડીયાના બાલંભામાં શાંતિનગર આશ્રમ સહિત જામજોધપુરના મહિકી ગામે આલેક માતાજીના મંદિર ખાતે કરવામાં આવશે.
તા. 17 ના રોજ જિલ્લામાં કેન્દ્ર અને રાજય સરકારના લાભાર્થીઓનું સંમેલન પણ યોજાનાર છે. જેમાં જોડીયા તાલુકાનું સંમેલન સવારે 9-30 કલાકે શિવમંદિર બાલંભા ખાતે, સિકકા નગરપાલિકા વિસ્તારનું સંમેલન શીવમંદિર, ભગવતી કોલોની ખાતે સાંજે 4-30 કલાકે તથા ધ્રોલ શહેર અને તાલુકાનું સંમેલન મનોકામના સિધ્ધ હનુમાન મંદિર ખાતે સવારે 9-30 કલાકે, કાલાવડ શહેર તાલુકાનું સંમેલન શ્રીજી ફાર્મ ખાતે સાંજે 4-30 કલાકે, લાલપુર તાલુકાનું સંમેલન સાંજે 4 કલાકે શિવમંદિર, લાલપુર ખાતે તેમજ જામજોધપુર શહેર અને તાલુકાનું સંમેલન ટાઉનહોલ, જામજોધપુર ખાતે સવારે 9-30 કલાકે યોજાશે.
સેવા પખવાડીયા દરમ્યાન સફાઈ કામદારોનું સન્માન, વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોનું સન્માન તથા ધાબળા વિતરણ, જરૂરિયાતમંદ બાળકોને સુપોષણ માટે આહાર તથા જીવન જરૂરી વસ્તુઓ અર્પણ, મંડલ કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેમ્પ, દરેક મંડલ સ્તરે મેડીકલ કેમ્પ સહેત આયોજિત થનાર છે. વિશેષમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા તા. 23ના રોજ જામનગર શહેર ખાતે મેગા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ સૌ કાર્યકરોને, શુભેચ્છકો તથા ચૂંટાયેલ અને સંગઠન પાંખના પદાધિકારીઓને અપીલ કરતાં અખબારી યાદીમાં જણાવેલ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે અને એતિહાસિક ઉપલબ્ધિઓ હાસલ કરી રહ્યો છે. બધા જ કાર્યકતાઓ, સમાજ અને પ્રજાજનો સાથે મળીને અનેક સેવાકીય કાર્યક્રમો આપણે કરી જ રહ્યા છીએ, આ સેવાકીય કાર્યક્રમોના માધ્યમથી વડાપ્રધાનના દિર્ધાયુ અને સ્વસ્થ જીવન અંગેની શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. તેમ જિલ્લા મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદી જણાવે છે.