Friday, December 27, 2024
Homeસ્પોર્ટ્સઇંગ્લેન્ડે ચાર સ્ટાર ખેલાડીઓને ‘આઉટ’ કર્યા

ઇંગ્લેન્ડે ચાર સ્ટાર ખેલાડીઓને ‘આઉટ’ કર્યા

- Advertisement -

ભારત વિરુદ્ધ આવતીકાલથી શરુ થઈ રહેલી બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઈજાના કારણે બહાર થઈ ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડની બદલાવ નીતિના કારણે વિકેટકીપર જોસ બટલર અને ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને આરામ આપવામાં આવ્યો છે.

- Advertisement -

ચોંકાવનારી વાત એ છે કે, ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ લેનાર ઓફ સ્પિનર ડોમિનિક બેસને પણ બીજી ટેસ્ટમાંથી બહાર રાખ્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે આજે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમે ટીમમાં ચાર ફેરફાર કર્યા છે. હાલમાં 12 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. હવે જોવાનું એ છે તેમાંથી પ્લેઈંગ ઈલેવનમાં કોને કોને સામેલ કરાશે.

જો કે, જે ચાર નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં બેન ફોક્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનું નક્કી જ છે. સાથે એ પણ સ્પષ્ટ છે કે, જેમ્સ એન્ડરસનની જગ્યાએ સ્ટૂઅર્ટ બ્રોડ અને ડોમ બેસની જગ્યાએ મોઈન અલી બીજી ટેસ્ટ રમશે. જ્યારે ક્રિસ વોક્સ અને ઓલી સ્ટોન નની જગ્યાએ કોઈ એકને ટીમમાં સામેલ કરવામાં આવશે.

- Advertisement -

ડોમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, ક્રિસ વોક્સ, જેક લીચ અને ઓલી સ્ટોન.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular