Wednesday, December 31, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદ ફ્લાવર શો 2026: અમદાવાદ ફ્લાવર શૉનું મનમોહક આયોજન, મુખ્ય આકર્ષણો અને...

અમદાવાદ ફ્લાવર શો 2026: અમદાવાદ ફ્લાવર શૉનું મનમોહક આયોજન, મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે.

- Advertisement -

આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની ઝલક જોવા મળશે. પ્રદર્શનમાં 167થી વધુ અદભૂત સ્કલ્પચર્સ અને 48 થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ટિકિટ સ્થળના પ્રવેશદ્વાર નજીકના કાઉન્ટર પરથી ખરીદી શકાય છે. સામાન્ય રીતે નાગરિક પ્લેટફોર્મ દ્વારા ઇવેન્ટની તારીખોની નજીક ઓનલાઇન બુકિંગ વિકલ્પો ખોલવામાં આવે છે.

આ શો એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવે છે. ઓટો, કેબ અને સિટી બસો દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે. પાર્કિંગ ઝોન ચિહ્નિત થયેલ છે, જોકે નજીકના ડ્રોપ-ઓફ પોઇન્ટથી ચાલવું ઘણીવાર પીક અવર્સ દરમિયાન ઝડપી હોય છે.સાંજે પ્રકાશિત ફૂલોના ભાગો દર્શાવવાની અપેક્ષા છે, જેને ઘણીવાર ગ્લો ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે.

- Advertisement -

આ ફ્લાવર શોને કુલ 6 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પ્રથમ ઝોનમાં ભારતના તહેવારોની પ્રતિકૃતિઓ છે, જેમાં યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત દિવાળીના પર્વનું વિશેષ આકર્ષણ છે. બીજા ઝોનમાં ભારતીય નૃત્યો અને ત્રીજા ઝોનમાં પૌરાણિક ભારતની થીમ પ્રદર્શિત કરાઈ છે. ચોથો ઝોન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેના વિશેષ પ્રયાસો માટે ફાળવવામાં આવ્યો છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તેમનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અને ફૂલોથી બનેલું વિશાળ મંડાલ આર્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. પાંચમા ઝોનમાં ભારતે અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓનું પ્રદર્શન છે, જ્યારે છઠ્ઠો ઝોન ખાસ કરીને બાળકોના મનોરંજન માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગરબા અને મિશન 4 મિલિયન ટ્રી જેવા સામાજિક અભિયાનોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે.

મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે ‘પ્રાઇમ સ્લોટ’ની પણ વ્યવસ્થા છે.

- Advertisement -

આ આખા આયોજન પાછળ અંદાજે 14થી 15 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. તો સ્પોન્સરશિપ અને સ્ટોલ્સના માધ્યમથી કોર્પોરેશનને મોટી આવક પણ થશે. આ ફ્લાવર શો દ્વારા હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળવાની સાથે અમદાવાદના પ્રવાસન અને અર્થતંત્રને પણ વેગ મળશે.

આ વખતે ફ્લાવર શૉનું મુખ્ય આકર્ષણ, (ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે)
1. બિગેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ: ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિતે
2. મંડાલા આર્ટ: એકાગ એકાગ્રતા માટે લોકો મંડાલા આર્ટનો સહારો લેતા હોય છે ત્યારે ફૂલોથી બીગેસ્ટ વર્લ્ડનું મોટામાં મોટું મંડાલા આર્ટ ફૂલોથી સજાવાશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular