હાલ વેકેશન પુર્ણ થવાની તૈયારીમાં છે. વાલીઓ પોતાના બાળકો માટે વિવિધ સ્ટેશનરી વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા છે. ત્યારે જામનગરમાં દિવ્યાંગો માટેની અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર નામની એક સંસ્થા આવેલી છે જ્યાં દિવ્યાંગોને વિવિધ તાલીમ આપી રોજગાર મેળવી શકે તે માટે તૈયાર કરવામાં આવે છે.
અહીં વણાંક કામ, બુક બાઈન્ડિંગ કરવામાં આવે છે. જેમાં અહીં દિવ્યાંગો સ્કૂલ માટે નોટબુક, ઉત્તરવહી, ફાઈલ, વગેરે તૈયાર કરી વેચવામાં આવે છે. તો અહીં દિવ્યાંગો દ્વારા જ આસન પટ્ટા, વગેરે તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દિવ્યાંગજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં રહીને દિવ્યાંગો વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને પગભર થઇ રહ્યા છે. બુક બાઇન્ડિંગનું કામ 30થી 35 દિવ્યાગ ભાઈઓ સંભાળી રહ્યા છે.આ સંસ્થા છેલ્લા 52 વર્ષથી દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કાર્યરત છે, અહીં રહેતા દિવ્યાંગ લોકોને જરૂરિ તમામ વસ્તુઓ આ સંસ્થા પુરી પડે છે.