રોજગાર કચેરી જામનગર અને વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ જામનગર દ્વારા તા.28 જૂનના રોજ વિદ્યાસાગર કોલેજ ખાતે રોજગાર અને પાસપોર્ટ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ કારકિર્દી, રોજગારલક્ષી અને વિદેશ રોજગાર પાસપોર્ટ માર્ગદર્શન સેમીનારમાં શરૂઆતમાં આચાર્ય શ્રીરામ કેવલરામાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ જીલ્લા રોજગાર કચેરી જામનગરના એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ, રોજગાર કચેરી ખાતે નામ નોંધણી અને ભરતીમેળાઓ વિષે માહિતી અને માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવેલ અને એપ્લીકેશન દ્વારા ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. બાદમાં વિદેશ રોજગાર સેલ રાજકોટથી પધારેલ અલ્તાફભાઇ ડેરૈયા દ્વારા પાસપોર્ટ કેમ કઢાવવો, વિદેશમાં રોજગારી અને એજ્યુકેશન, વિઝા માટેની પ્રોસેસ વેગેરે વિષે વિગતવાર પીપીટી વિસ્તૃત માર્ગદર્શન અને માહિતીઓ આપવામાં આવી હતી.
આ સેમીનારના અંતે આચાર્ય શ્રીરામ કેવલરામાણી દ્વારા આભારદર્શન કરીને આવા સેમીનાર દરેક હાઇસ્કૂલોમાં અને કોલેજમાં થાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળે તેમજ તેઓ અનુબંધમ પોર્ટલનો ઉપયોગ વધુ કરતા થાય એવા ઉદબોધન સાથે સેમીનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સેમીનારમાં 104 ભાઈઓ બહેનોને વિસ્તુત માહિતી અને માર્ગદર્શન સરળ રીતે પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં આચાર્ય શ્રીરામ કેવલરામાણી, પ્રોફેસર હીનાબેન સફિયા, ડોલીબેન ચૌહાણ, ધારાબેન રાયઠઠા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મદદનીશ નિયામક રોજગારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.