રાજ્યમાં ભયજનક રીતે વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કોરોના નિયંત્રણ સાથે સીધા સંકળાયેલા વિભાગો સિવાયના તમામ સરકારી વિભાગો અને કચેરીઓના કર્મચારીઓ માટે શનિવાર તા.15 જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર અનુસાર રાજ્યમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીે કચેરીઓમાં ઓછામાં ઓછા લોકો સાથે કામ થાય તે માટે કોરોના નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓ ઉપરાંત કલેકટર કચેરી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, મહાપાલિકા, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડસ, વીજ વિતરણ, પાણીપૂરવઠા સિવાયની કચેરીઓના કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી 15 જાન્યુઆરી શનિવારના રજા જાહેર કરવામાં આવી છે. આવા કર્મચારીઓ શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ કચેરીએ નહીં આવે.