Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયશ્રીલંકામાં ફરી ઇમરજન્સી

શ્રીલંકામાં ફરી ઇમરજન્સી

- Advertisement -

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ગતરાતથી ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ જાહેરાત કરી છે. શ્રીલંકામાં લોકો સતત રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાના મુખ્ય વિરોધ પક્ષે તાજેતરમાં સરકાર અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સામે અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે જ્યારે દેશ તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે રાજપક્ષેએ તેમની બંધારણીય જવાબદારીઓ નિભાવી નથી. મુખ્ય વિરોધ પક્ષ, સામગી જન બલવેગયા, એ SLPP ગઠબંધન સરકાર વિરુદ્ધ સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્દનાને બે અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular