એલોન મસક ગુરૂવારના સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના માલિક બની ગયા હતા. એમણે આવતાની સાથે જ કંપનીમાં પોતાના માનીતા લોકોને રાખવાના અને પોતાની મરજી મુજબ કંપની ચાલશે એવો સંકેત આપી દીધો છે. ગુરૂવારે રાત્રે જ તેમણે ટ્વિટરના મૂળ ભારતીય એવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરાગ અગ્રવાલને હાંકી કાઢ્યા હતા. આ સાથે ચીફ લીગલ ઓફિસર અને ચીફ ફાઇનાન્સ ઓફિસરની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે.