Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયા, સલાયા અને ભાણવડમાં અગિયાર જુગારીઓ ઝબ્બે

ખંભાળિયા, સલાયા અને ભાણવડમાં અગિયાર જુગારીઓ ઝબ્બે

બે શખ્સો ફરાર

- Advertisement -

ખંભાળિયા-પોરબંદર માર્ગ પર કણજાર હોટલ નજીક બાવળની ઝાડીમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા ભીખુ રજાકભાઈ કાપડી, લાલા ભૂપતભાઈ કાપડી, હમીર રતનભાઈ પરમાર અને બચુ કરીમભાઈ પરમાર નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂ. 10,630 નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાણવડથી આશરે 25 કિલોમીટર દૂર રોઝડા ગામે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રવીણ નારણભાઈ ભાદરવડા, નિલેશ વેજાભાઇ ભાદરવડા, ગીતાબેન નારણભાઈ ભાદરવડા, અને કિરણબેન ભરતભાઇ ભાદરવડા નામના ચાર પતાપ્રેમીઓને ઝડપી લઈ, રૂપિયા 1,840 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.    અન્ય એક દરોડામાં સલાયા મરીન પોલીસે પરોડીયા રોડ પર બાવળની ઝાડીમાં ગત સાંજે જુગાર રમી રહેલા ઈસ્માઈલ હનીફ સુંભણીયા, મહેબૂબ મામદભાઈ સુંભણીયા અને આબિદ આમદભાઈ સુંભણીયા નામના ત્રણ શખ્સોને રૂપિયા 1,820 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ દરોડા દરમિયાન મહેબુબ સંઘાર તથા નવાજ માણેક નામના બે શખ્સો ફરાર થઇ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. સલાયા મરીન પોલીસે જુગારધારાની કલમ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular