Wednesday, March 5, 2025
Homeરાજ્યજામનગરકાલાવડ અને ખંભાળિયા તાલુકામાંથી 48.20 લાખની વીજચોરી ઝડપાઈ

કાલાવડ અને ખંભાળિયા તાલુકામાંથી 48.20 લાખની વીજચોરી ઝડપાઈ

પીજીવીસીએલની 47 જેટલી ટુકડીઓ દ્વારા હાથ ધરાયું ચેકિંગ

- Advertisement -

જામનગર અને દેવભુમિ દ્વારકામાં પીજીવીસીએલ દદ્વારા છેલ્લાં 5 દિવસથી વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમિયાન ગઈકાલે શુક્રવારે પીજીવીસીએલ દ્વારા ખંભાળિયા તથા કાલાવડ તાલુકાના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 93 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ રૂા.48.20 લાખના બિલો ફટકાર્યા હતાં.

- Advertisement -

જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ જામનગર શહેર, જીલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતસોમવારથી પીજીવીસીએલની ટુકડીઓ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહીે છે. જે દરમિયાન ગઈકાલે શુક્રવારે પીજીવીસીએલની 47 જેટલી ટુકડીઓ દ્વારા 19 લોકલ પોલીસ તથા 12 એસઆરપી જવાનોના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કાલાવડ તાલુકાના છતર, નાના – મોટા પાંચદેવડા, વજીર ખાખરીયા, મોટા વડાળા, મકાજી મેઘપર સહિતના ગ્રામ્ય વિસ્તારો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંચનપુર, દાતા, સિંહણ, શેખપર, વિજયપુર, જકાસીયા, નાના- મોટા આસોટા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલ વીજ ચેકિંગ દરમિયાન કુલ 546 વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતાં. જે પૈકીના 93 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.48.20 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular