પીજીવીસીએલ દ્વારા જામનગર શહેર-જિલ્લા તથા ખંભાળિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી 86 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લઇ રૂા.52.05 લાખના વીજપૂરવણી બીલ ફટકાર્યા હતાં.
દિવાળીના તહેવાર બાદ પીજીવીસીએલની ટીમ દ્વારા ફરી એક વખત વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરની સુચના અને માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની 36 જેટલી ટીમો દ્વારા 20 લોકલ પોલીસ તથા 10 એકસઆર્મી મેનના બંદોબસ્ત સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા, ખંભાળિયા ગ્રામ્ય વિસ્તાર, જામનગર તાલુકાના મોરકંડા, થાવરીયા, ઠેબા, હાપા સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ જામનગર શહેરના ગરીબનગર, બેડી, બેડેશ્ર્વર, સદગુરૂ કોલોની, ધરારનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં કુલ 531 વીજ જોડાણો ચેક કરતા તેમાંથી 86 વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.52.05 લાખની વીજચોરી ઝડપાઈ ત. પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ વીજ ચેકીંગ કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.