જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ શહેરના પટેલ કોલોની ગોકુલનગર તથા નિકાવા સહિતના વિસ્તારોમાં 30 જેટલી ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ વીજચેકીંગ દરમિયાન 71 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.34 લાખના બીલ ફટકારવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલના અધિક્ષકના નેજા હેઠળ ગુરૂવારે જામનગરના શહેરી વિસ્તાર ડીવીઝનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 30 ટીમો દ્વારા 15 એસઆરપી અને 14 લોકલ પોલીસ સાથેના બંદોબસ્ત દરમિયાન પ્રમુખ પાર્ક, આદિનાથ પાર્ક, ગોરધનપર, ખરેડી, ગુંદા, પીપર તથા શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલ ચેકીંગમાં 71 વીજ જોડાણોમાં ગેરરીતિ મળી આવતા રૂા.34 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલના સતત ચેકીંગને પરિણામે વીજચોરોમાં પણ ફફડાટ ફેલાયો છે.