Tuesday, April 8, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનુ ચલાવતા શખ્સના ઘરેથી વીજચોરી ઝડપાઇ

જામનગરમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનુ ચલાવતા શખ્સના ઘરેથી વીજચોરી ઝડપાઇ

રૂા.15.34 લાખના મુદ્દામાલ સાથે નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રની ધરપકડ : અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : રિમાન્ડ દરમિયાન પોલીસે 500 જેટલા ફોટા-વીડિયો અને ઓડિયો કલીપ કબ્જે કરી : વીજચોરી ઝડપાતા ત્રણ લાખનો દંડ ફટકાર્યો

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનુ ચલાવતા પોલીસપુત્રની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ 500 જેટલા ફોટો અને વીડિયો તથા ઓડિયક્લિપ કબ્જે કરી હતી તેમજ આ શખ્સના મકાનમાંથી ત્રણ લાખની વીજચોરી ઝડપાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પ્રણામી સ્કૂલ પાસેના નવા હુડકો બ્લોક નંબર.સી-9 માં રહેતા નિવૃત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા સરકારી જગ્યાના કમ્પાઉન્ડમાં ટેમ્પો ટ્રાવેલ્સ બસમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અન્ય રાજ્યમાંથી યુવતીઓ બોલાવી કુટણખાનુ ચલાવતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે અશોકસિંહને કાર, ટેમ્પો ટ્રાવેલ્સ, એસી, ગાદલા સહિત કુલ રૂા.15,54,620 ના મુદદ્દામાલ સાથે ઝડપી લઇ લીધો હતો અને ત્યારબાદ અદાલતમાં રજુ કરતા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં. રિમાન્ડ દરમિયાન પોલીસની પુછપરછમાં અશોકસિંહ યુવતીઓને પોતાની ઓળખ અસલમભાઈના નામે આપતો હતો. પોલીસ તપાસ દરમિયાન અશોકસિંહના મોબાઇલમાંથી 500 જેટલા ફોટા-વીડિયો-ઓડીયોકલિપ કબ્જે કરવામાં આવી હતી. આ કુટણખાનુ છ દિવસથી બંધ હતું અને બે દિવસથી ચાલુ કર્યા બાદ પોલીસની રેઈડ પડી હતી.

દરમિયાન પોલીસે અશોકસિંહના ઘરે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ચેકિંગ કાર્યવાહી હાથ ધરતા મકાનમાંથી વીજચોરી થતી હોવાનું ખુલતા વીજઅધિકારી દ્વારા અશોકસિંહ વિરૂધ્ધ ત્રણ લાખનો દંડ ફટકારી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular