Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપ્રિ-મોન્સૂન કામગીરીના નામે વીજતંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં જૈસે થે જેવી સ્થિતિ

પ્રિ-મોન્સૂન કામગીરીના નામે વીજતંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં જૈસે થે જેવી સ્થિતિ

પ્રિ-મોન્સૂન કામગીરીના નામે આઠ-આઠ કલાકના વીજકાપ છતાં કામગીરીમાં ઢીલી નીતિ : દર વર્ષે ચોમાસામાં માત્ર ઝરમર વરસાદમાં પણ તંત્રની પોલ ખુલ્લે છે

- Advertisement -

ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે ત્યારે પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રી-મોન્સૂન કામગીરીના નામે જામનગરના નાગરિકો ઉપર આઠ-આઠ કલાકનો વીજકાપ લાદવામાં આવે છે પરંતુ આમ છતાં પણ કામના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજથાંભલાઓ ઉપર વૃક્ષોની ડાળીઓ જામેલી જોવા મળી રહી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા અસહ્ય ગરમી વચ્ચે વીજકાપ લાદી યોગ્ય રીતે કામગીરીનો અભાવ જોવા મળતો હોય, લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

- Advertisement -

ચોમાસા પૂર્વે વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત અવાર-નવાર વીજપૂરવઠો બંધ કરી તંત્ર દ્વારા પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવી રહી છે. અસહ્ય ગરમી વચ્ચે વીજતંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે આઠ-આઠ કલાક વીજપૂરવઠો બંધ કરી દેવામાં આવે છે. આમ છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ઢીલી નીતિ જોવા મળી રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા નકકી કરાયેલા વાર અને સમયે તો વીજકાપ હોય જ છે પરંતુ આ સિવાય પણ તંત્રની કોપ દ્રષ્ટિ જે વિસ્તારમાં વરસે ત્યાં મન પડે ત્યારે અને મન પડે એટલા સમય માટે વીજપૂરવઠો બંધ કરી દેવામાં આવે છે. આમ છતાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં તંત્રની પોલંપોલ કામગીરી સામે આવે છે.

તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવતો હોય છે. આમ છતાં પણ ચોમાસામાં ઝરમર ઝાપટાં વરસે ત્યાં જ વીજપૂરવઠો ખોરવાઈ જતો હોય છે. જે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલે છે. જેનું ઉદાહરણ ઉપરોકત તસ્વીરમાં પણ જોઇ શકાય છે. પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે અનેક વિસ્તારોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને વીજકાંપ લાદવામાં આવે છે. આમ છતાં પણ હજુ અનેક વિસ્તારોમાં વીજથાંભલાઓ પર વૃક્ષની ડાળીઓના થર જામેલા જોઇ શકાય છે. એક તરફ ભયંકર ગરમી હોય તેવામાં વીજતંત્ર વીજકાપ લાદે છે. ત્યારે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આમ છતાં પણ શહેરીજનો તેમની સલામતી અને સુખાકારી માટે આ સમસ્યાનો સામનો કરવા પણ તૈયાર હોય છે પરંતુ આમ છતાં વીજતંત્રની ઢીલી નીતિને પરિણામે પરિસ્થિતિ એવી ને એવી જ રહે છે. પ્રસ્તુત તસ્વીરમાં દેખાઇ છે તેમ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પ્રિ-મોન્સૂન કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

જામનગર શહેરના વીજવાયરો જર્જરીત તથા વીજ થાંભલાઓ પર વૃક્ષના પાંદડાની વેલ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરાતા વીજકાપને કારણે સેંકડો વીજગ્રાહકોએ કલાકો સુધી વીજપૂરવઠો ગાયબ થઈ જવાની મુશ્કેલી સહન કરવી પડે છે. વીજતંત્ર દ્વારા લાખો રૂપિયાના બીલો પ્રજાના નામે વધારાના ડામ તરીકે ઉધારાતા રહે છે આમ છતાં પણ ચોમાસામાં ઝરમર વરસાદ વરસે ત્યાં જ લોકોને વીજપૂરવઠો ગુલ થઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે લાખો રૂપિયાના ખર્ચ તથા યોગ્ય રીતે પ્રિ-મોન્સૂન કામગીરી થતી ન હોય લોકોમાં રોષની લાગણી જોવા મળતી હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular