Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના બેડીમાં બૂટલેગરના ઘરમાં પીજીવીસીએલ અને પોલીસનું ચેકિંગ- VIDEO

જામનગરના બેડીમાં બૂટલેગરના ઘરમાં પીજીવીસીએલ અને પોલીસનું ચેકિંગ- VIDEO

જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલા વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ અને માથાભારે શખ્સો ઉપર કડક કાર્યવાહી અંતર્ગત પોલીસે પાંચ શખ્સોના રહેણાંક મકાનોમાં પીજીવીસીએલ સાથે ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં રહેતા બૂટલેગર અને માથાભારે શખ્સો પૈકીના પાંચ શખ્સોની યાદી બનાવી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ, પીઆઇ પી. પી. ઝા તથા સ્ટાફ દ્વારા બેડેશ્ર્વર વિસ્તારમાં પીજીવીસીએલની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે સરપ્રાઇઝ કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને પીજીવીસીએલના સરપ્રાઇઝ ચેકિંગ દરમ્યાન વીજચોરી પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. જેના આધારે પીજીવીસીએલ દ્વારા વીજચોરીના બીલો ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular