અગામી 25 ઓક્ટોબરે જામનગર મહાપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિની 15 પૈકી 12 બેઠકોની ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 12 ઓક્ટોબરે 11 થી 3 વાગ્યા સુધી મેયર કાર્યાલયમાં ઉમેદવારી પત્રક રજુ કરવાના રહેશે. જયારે 21 તારીખે ઉમદવારી પત્રો પાછા ખેચી શકાશે. 28 ઓક્ટોબરે સવારે 11.30 થી બપોરે 3.30 સુધી ટાઉનહોલ ના સેલરમાં મતદાન યોજાશે અને તેજ દિવસે 4 વાગ્યા થી મત ગણતરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કુલ 15 પૈકી 3 બેઠકો પર રાજ્ય સરકાર દ્વારા સભ્યોની નિમણુક આપવામાં આવે છે. 12 પૈકી 8 બેઠકો સામાન્ય 1 બેઠક અનુચિત જાતિ-જનજાતિ માટે અનામત તથા 3 બેઠક ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રહેશે. ચુંટણી અધિકારી અને મેયર બીનાબેન કોઠારી દ્વારા ચુંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.