Tuesday, September 17, 2024
Homeરાષ્ટ્રીયચૂંટણીની તૈયારી : ઓકટોબરમાં થશે ઇવીએમ મશીનોની ચકાસણી

ચૂંટણીની તૈયારી : ઓકટોબરમાં થશે ઇવીએમ મશીનોની ચકાસણી

- Advertisement -

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નિર્ધારિત સમય મુજબ માર્ચથી મે 2024 વચ્ચે આવવાપાત્ર છે. તેની પૂર્વ તૈયારીને વેગ આપવામાં આવ્યો છે. મતદાર યાદી સાથે સંકળાયેલા ચાવીરૂપ અધિકારીઓની રજા અને બદલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓકટોબરના પ્રારંભથી મત મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ કરવામાં આવશે. 17 ઓકટોબરે મતદાર યાદીનો મુસદ્દો તૈયાર થશે.

- Advertisement -

જાણવા મળેલ માહિતી મુજબ ઓકટોબરના પ્રારંભથી દરેક જિલ્લાના ગોડાઉનમાં જ્યાં મત મશીન રાખેલા છે ત્યાં કંપનીના ઇજનેરો અને ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે. મતદાનમાં ન ચાલી શકે તેવા મશીન એક બાજુ મૂકી દેવામાં આવશે. જેટલા મશીન ઉપયોગમાં લેવાના છે અને વધારામાં તૈયાર રાખવાના છે તે તમામ મત મશીન ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી વખતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવશે. ચકાસણી પ્રક્રિયા પર જે તે જિલ્લા કલેકટરની દેખરેખ રહેશે.

સ્થાનિક કક્ષાએ મત મશીનની પ્રારંભિક ચકાસણી થઇ ગયા બાદ બીજા રાજ્યોના અધિકારીઓ તપાસમાં આવશે. તે અધિકારીઓ દ્વારા અણધાર્યું કોઇના મશીન પસંદ કરી તેની ચકાસણી બરાબર થઇ છે કે નહિ ? તેની ચકાસણી કરશે. મત મશીનમાં ચેડા થઇ શકે તેવી શંકાને નષ્ટ કરવા તમામ પ્રયાસો કરવામાં આવશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં બાવન હજાર જેટલા મતદાન મથકો છે તે દરેક મથક પર ઓછામાં ઓછા એક મુજબ બાવન હજાર મશીન જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular