Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રર્ભુજસ્વામિના હસ્તે વોર્ડ નં. 3માં જામનગર ઉત્તરના ભાજપા ઉમેદવાર રિવાબા...

સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રર્ભુજસ્વામિના હસ્તે વોર્ડ નં. 3માં જામનગર ઉત્તરના ભાજપા ઉમેદવાર રિવાબા જાડેજાનું ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મૂકાયું

ઉત્તર પ્રદેશના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી દિનેશભાઇ શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં : સ્થાનિક રહેવાસીઓ તેમજ કાર્યકરોની વિશાળ જનમેદની ઉપસ્થિત રહી

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય, ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર કાર્યો વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. ભાજપાના ઉમેદવારો દ્વારા હાલમાં ડોર-ટુ-ડોર લોકસંપર્ક યોજાઇ રહ્યો છે. જામનગરમાં ભાજપા ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર લોકસંપર્કની સાથે સાથે પ્રચાર કાર્ય વેગવંતુ બનાવવા વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો પણ શરુ કરવામાં આવી રહ્યાં છે. 78-જામનગર ઉત્તર વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. જેના ભાગરુપે વોર્ડ નં. 3માં ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રર્ભુજ સ્વામીના હસ્તે વોર્ડ નં. 3માં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક નેતાઓ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી રિવાબાને વિજયી બનાવવા નિર્ધાર કર્યો હતો.

- Advertisement -

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભુજ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. આ ઉપરાંત ઉતરપ્રદેશના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી દિનેશભાઈ શર્મા, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, 77,78,79 ના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, 78 વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી રિવાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય પરમાનંદભાઈ ખટ્ટર, જામનગર મહાનગરપાલિકા ના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મહામંત્રી મેરામણભાઇ ભાટુ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પર્વ મેયર દિનેશભાઇ પારેખ, 78 વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ નીલેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 3ના પ્રભારી નીતીનભાઇ સોલાણી યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ઉપપ્રમુખ ખૂમાનસિહ સરવૈયા, શહેર ઉપપ્રમુખ વસંતભાઈ ગોરી, વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, વોર્ડ 3ના કોર્પોરેટર પરાગ ભાઈ પટેલ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પન્નાબેન કટારીયા, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અલકાબેન જાડેજા, વોર્ડ નંબર 3ના પ્રમુખ નરેશભાઇ ગઢવી, મહામંત્રી નગીનભાઈ ખીરસરીયા, ભૌતિક ભાઈ ફલીયા પૂર્વ મહામંત્રી પ્રવીણભાઈ અમૃતીયા, ભાજપ અગ્રણી ધીરુભાઈ કારીયા, હાજર રહ્યા હતા.

આ ઉપરાંત વોર્ડ નંબર 3ના યુવામોરચાના સભ્યો, કિશાન મોરચાના સભ્યો, બક્ષીપંચ મોરચાના સભ્યો, મહિલા મોરચાના સભ્યો ઉપરાંત ભાવેશભાઈ કાનાણી, નાનભાબાપુ જાડેજા, સરદાર સિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, જે.સી.વિરાણી સાહેબ, માલવીયા સાહેબ, રસીદાબેન પંડ્યા, શીવુભા ભટ્ટી, નરેન્દ્રભાઈ સોની સહિત વિશાળ સંખ્યામાં સ્થાનિક વિસ્તારના લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. તમામ લોકોએ શ્રીમતી રિવાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી અને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular