Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકોના વિરોધપક્ષના નેતા તરીકે ધવલ નંદાની વરણી

Video : જામ્યુકોના વિરોધપક્ષના નેતા તરીકે ધવલ નંદાની વરણી

ઉપનેતા તરીકે રાહુલ બોરીચા તથા દંડક તરીકે સમજુબેન પારીયાની નિમણૂંક : પૂર્વધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે ધવલ નંદા તથા ઉપનેતા અને દંડક સહિતના હોદ્ેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત હોદ્ેદારોને ફૂલહારથી મોં મીઠા કરાવી અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ગતચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતા તરીકે એક-એક વર્ષ માટે બે ઉમેદવારોની જાહેરાત કરાઇ હતી. જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના 11 સભ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વપ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જે તે વખતે જાન્યુઆરી-2021થી ડિસેમ્બર 2022ના એક વર્ષ માટે વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડની નિમણૂંક કરાઇ હતી. ત્યારબાદના જાન્યુઆરી-2023થી એક વર્ષ માટે વિપક્ષ નેતા તરીકે ધવલ નંદાના નામની જાહેરાત કરાઇ હતી. ત્યારે આજરોજ જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા તરીકે ધવલ નંદાની નિમણૂંક કરવામાં આવી હતી.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકા ના વિરોધપક્ષના નેતા તરીકે નિમણૂંક પામેલા ધવલ નંદા વોર્ડ નં. 13માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા એકમાત્ર નગર સેવક છે. ભાજપનો ગઢ મનાતા વોર્ડ નં. 13માં કોંગ્રેસના એકમાત્ર કોર્પોરેટર ધવલ નંદા વિજેતા થયા હતાં. તેઓ 2023 ડિસેમ્બરના અંત સુધી વિપક્ષી નેતા તરીકે કાર્યરત રહેશે. ભાનુશાળી સમાજમાંથી વિપક્ષી નેતાની નિમણૂંક થઇ છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના ઉપનેતા તરીકે રાહુલ બોરીચાની નિમણૂંક કરવામાં આવી છે. જેઓ વોર્ડ નં. 6માંથી ચૂંટાયા છે. જ્યારે વોર્ડ નં. 1માંથી ચૂંટાયેલા સમજુબેન દિપુભાઇ પારીયાની વિરોધપક્ષના દંડક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા ના વિપક્ષી કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, પૂર્વવિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર આનંદ રાઠોડ, અલ્તાફ ખફી તેમજ કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, નુરમામદ પલેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ કલ્પેશ હડિયલ સહિતના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત હોદ્ેદારોને શુભેચ્છાઓ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular