જામનગર તાલુકાના સીક્કા ગામમાં ખારીવાડ વિસ્તારમાં રહેતાં વૃધ્ધા સીક્કા પાટીયા પાસેથી રાત્રિના સમયે જતા હતાં ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલા અજાણ્યા વાહને ઠોકર મારી પછાડી દેતા ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં ખારીવાડી વિસ્તારમાં રહેતાં દફીયાબેન અલીમામદ ભોલીમ (ઉ.વ.70) નામના વૃધ્ધા ગત તા.27 ના રાત્રિના સમયે સીક્કા પાટીયા પાસેથી જતા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલી અજાણી કારના ચાલકે વૃધ્ધાને ઠોકર મારી હડફેટે લેતા જમીન પર પટકાયા હતાં. જેમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતી હતી અકસ્માત બાદ ચાલક કાર લઇને પલાયન થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભત્રીજા અબુ બકર સુંભણિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ બી. બી. કોડીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.