જામનગરના ગાંધીનગર ઓવરબ્રીજ પરથી બીમારીથી કંટાળી વૃધ્ધાએ આપઘાત કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં બેડીમાં મસ્જિદ રોડ પરના વિસ્તારમાં રહેતા જુલેખાબેન સીદિકભાઈ (ઉ.વ.62) નામના વૃધ્ધા એ બીમારી સબબ આજે સવારે ગાંધીનગર ઓવરબ્રીજ પરથી ઝંપલાવી આપઘાત કર્યાના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી વૃધ્ધાના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં વૃધ્ધાએ બીમારીથી કંટાળીને જિંદગી ટૂંકાવી હોવાનું ખુલ્યું હતું જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.