જામનગર શહેરના વલ્લભનગર વિસ્તારમાં રહેતાં સફાઇકામદાર પ્રૌઢએ તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાના બનાવની મળતી વિગત પ્રમાણે જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગર શેરી નંબર બેમાં હનુમાન મંદિર પાસે રહેતાં મોહનભાઇ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.55) નામના સફાઇ કામદાર પ્રૌઢએ શનિવારે સવારે તેના ઘરે રૂમમાં લોખંડના પાઇપમાં દોરી વડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પત્ની ગૌરીબેન દ્વારા જાણ કરાતા એએસઆ ટી. કે. ચાવડા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા સહિત તપાસ હાથ ધરી હતી.


