Friday, December 5, 2025
Homeરાજ્યજામનગર"હું પગાર લેવા જાઉ છું.” કહીને ઘરેથી નીકળેલા વૃદ્ધ લાપત્તા

“હું પગાર લેવા જાઉ છું.” કહીને ઘરેથી નીકળેલા વૃદ્ધ લાપત્તા

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 9માં આવેલા શાંતિનગર શેરી નંબર સાતમાં રહેતાં અને કલરકામ કરતાં રવિન્દ્રસિંહ રતનસિંહ જાડેજા (ઉ.વ. 65) નામના વૃદ્ધ ગત્ તા. 09ના રોજ તેના ઘરેથી પત્નીને, “હું પગાર લેવા જાઉં છું.” તેમ કહી નીકળ્યા બાદ લાપત્તા થઇ ગયા હતા. જો કે, વૃદ્ધ છેલ્લા બે મહિનાથી કામે જતા ન હોય અને આ બાબતનો ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઘરેથી જતા રહ્યાં હોવાનું જણાતા પરિવારજનો દ્વારા વૃદ્ધની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં વૃદ્ધનો કોઇ પત્તો ન લાગતા આખરે પોલીસમાં જાણ કરવામાં આવતા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ ખાતે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular