Friday, March 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ભાજપાના કોર્પોરેટરના વૃદ્ધ પિતાનું વીજશોકથી મોત

જામનગરમાં ભાજપાના કોર્પોરેટરના વૃદ્ધ પિતાનું વીજશોકથી મોત

ધારાસભ્ય, મેયર, શહેર ભાજપા પ્રમુખ અને હોદેદારો -કોર્પોરેટરો હોસ્પિટલે દોડી આવ્યા : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં અને ભાજપાના કોર્પોરેટરના વૃદ્ધ પિતા તેના કારખાનાની અગાસી પર હતાં ત્યારે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક શેરી નં.5 માં રહેતા પરશોતમભાઈ ભુરાભાઈ કોટડિયા (ઉ.વ.72) નામના વૃદ્ધ વેપારી ગઈકાલે સાંજના સમયે ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરીમાં આવેલા તેમના હરીઓમ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાની અગાસી પર હતાં અને તે દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વૃદ્ધ વેપારીને વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ વેપારીને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના પુત્ર અને કોર્પોરેટર પાર્થ કોટડિયા તથા તેમના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગર શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટે. ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા સહિતના અનેક કોર્પોરેટરો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં.

જ્યાં સારવાર દરમિયાન કોર્પોરેટર પાર્થ કોટડિયાના પિતા પરશોતમભાઈ કોટડિયાનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. વૃદ્ધના મોતથી કોટડિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની મૃતકના પિતા રૂપેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular