ભાણવડના રામેશ્ર્વર પ્લોટ વિસ્તારમાં રહેતા રામીબેન ભુરાભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધાને બુધવારે પોતાના ઘરે કપડાં સૂકવતી વખતે વીજ વાયરને અડકી જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર જીવાભાઈ ભુરાભાઈ રાઠોડ (ઉ.વ. 38) એ ભાણવડ પોલીસને કરી છે.