Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરનાની બહેન સાથેના ઝઘડાનું લાગી આવતા મોટી બહેનની આત્મહત્યા

નાની બહેન સાથેના ઝઘડાનું લાગી આવતા મોટી બહેનની આત્મહત્યા

ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી યુવતીને તેણીની નાની બહેન સાથે ઝઘડો થયાનું લાગી આવતા તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં અને રીક્ષા ચલાવતા દિનેશભાઇ મારૂ નામના યુવાનની પુત્રી ફાલ્ગુનીબેન મારૂ (ઉ.વ.21) નામની યુવતીને તેની નાની બહેન ખુશ્બુ (ઉ.વ.10) સાથે ઝડઘો થયો હતો. તે બાબતનું મનમાં લાગી આવતા ગત તા.11 મે ના રોજ બપોરના સમયે તેના ઘરે રૂમમાં છતના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફાલ્ગુનીબેનનું સારવાર દરમિયાન તા.08 ના શુક્રવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દિનેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ પી.બી. ગોજિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular