જામનગરના જાડેજા પરિવાર દ્વારા એકતાબા સોઢાને રાજવી પરિવારના સદસ્યો કહેવા અંગે નારાજગી દર્શાવી છે અને જણાવ્યું છે કે, એકતાબા રાજવી પરિવારના સદસ્ય જેવા છે પરંતુ વાસ્તવિક રીતે નથી.
જામનગરના જાડેજા પરિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇશા ફાઉન્ડેશન માટે ઉંચો આદર છે આથી તેમનું કોઇપણ નિવેદન સન્માનીય છે પરંતુ ઇશા ફાઉન્ડેશન દ્વારા સત્તાવાર રીતે યુ-ટ્યુબ ચેનલ મારફતે એકતાબા સોઢાને જામનગરના રાજવી પરિવારના સદસ્ય કહેવામાં આવ્યા છે કે જે રાજવી પરિવાર જાડેજા કુટુંબીઓમાં અગ્રેસર છે. જ્યારે એકતાબા સોઢા છે. એકતાબા રાજવી પરિવારના સદસ્ય જેવા છે પરંતુ વાસ્તવિક રીતે નથી. લોકો તેમને જાણે છે તેમને પસંદ કરે છે અને તમામ દ્વારા તેમને આપવામાં આવતો આદર વ્યક્તિગત હોઇ શકે પરંતુ રાજવી પરિવારના સદસ્ય તરીકે તો નહીં. કારણ કે, રાજવી પરિવારના કોઇપણ વ્યક્તિ સાથે લગ્ન કર્યા નથી. તેમની પ્રશંસા થાય અને તેઓ પ્રશંસનીય વ્યક્તિત્વ છે તેમાં કોઇ ગેરસમજને સ્થાન નથી. પરંતુ રાજવી પરિવારના સદસ્ય હોય તે વાસ્તવિક નથી તેમ જાડેજા પરિવારે જણાવ્યું છે.