Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગરની સહકારી બેંકોના 80 ટકા ડિરેકટરોએ પદ છોડવું પડશે

જામનગરની સહકારી બેંકોના 80 ટકા ડિરેકટરોએ પદ છોડવું પડશે

બેકિંગ રેગ્યુલેશન એકટના સુધારા પ્રમાણે 8 વર્ષથી વધુ સમય ડિરેકટર રહેનારને હટાવવા પડશે : તો જામનગરની બેંકોમાંથી મોટામાથાઓ દુર થશે : નવા નિયમથી સહકારી બેંકોમાં ભારે કચવાટ : આજે અમદાવાદમાં યોજાઇ રહી છે સહકારી બેંક ફેડરેશનની બેઠક : આરબીઆઇને કરવામાં આવશે રજૂઆત

- Advertisement -

બેંકિંગ રેગ્યુલેશન એકટમાં કરવામાં આવેલાં સુધારાને અનુસંધાને સહકારી બેંકોમાં કોઇપણ ડાયરેકટર હવે 8 વર્ષથી વધુ સમય ડિરેકટર પદે રહી શકશે નહીં. જે ડિરેકટરો 8 વર્ષ કરતાં વધુ સમયથી આ પદ પર છે તેમને હટાવીને નવી નિમણૂંક કરવી પડશે. જો બેંક આ જોગવાઇનું પાલન નહીં કરે તો આરબીઆઇ કાર્યવાહી કરીને ડિરેકટરને પદ પરથી દૂર કરશે. આ નવા કાયદાને મોટી અસર જામનગરની સહકારી બેંકોમાં પણ જોવા મશળે. જામનગરની અગ્રણી સહકારી બેંકો નવાનગર બેંક, કો.કો. બેંક, જે.પી. બેંક, મહિલા બેંક વગેરેના લગભગ 80 ટકાથી વધુ ડિરેકટરોને આ કાયદો અસર કરશે. આ નવા કાયદાને કારણે જામનગરની સહકારી બેંકોમાં ઘણા લાંબા સમયથી ડિરેકટર પદે રહેલાં મોટા માથાઓને ઘરે બેસવાનો વારો આવશે.

- Advertisement -

જો કે, બીજી તરફ સહકારી બેંકોના ફેડરેશન દ્વારા બેંકિંગને લગતાં આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સહકારી બેંકોમાં પણ કાયદા સામે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. ફેડરેશનના ચેરમેન દ્વારા આ અંગે અગાઉ પણ આરબીઆઇ અને સરકારને રજૂઆત કરવામાં આવી છે. હવે આરબીઆઇ આ કાયદાને કડકાઇથી અમલ કરવા જઇ રહી છે ત્યારે સહકારી બેંકોના ફેડરેશન દ્વારા આજે અમદાવાદામાં તાકિદની બેઠક યોજવામાં આવી છે જેમાં આ અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ આગળની કાર્યવાહી અંગે કોઇ નિર્ણય કરવામાં આવશે. અમદાવાદમાં યોજાઇ રહેલી આ બેઠકમાં જામનગરની સહકારી બેંકોના ડિરેકટરો પણ ભાગ લઇ રહયા છે.

બેંકીગને લગતા કાયદામાં કરવામાં આવનાર સુધાર અંતર્ગત હવેથી સહકારી બેંકમાં છેલ્લા આઠ વર્ષથી સતત ડિરેકટર તરીકે રહેનારને ઘરે બેસાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનો અમલ કરવામાં નહીં આવે તો આરબીઆઇ જાતે જ નિર્ણય કરીને આવા સભ્યને ડિરેકટર પદેથી હટાવીને નવાને નિમણૂંક આપશે. આ નિર્ણય થતા હવે સહકારી બેંકમાં વર્ષોથી અડીંગો જમાવનારે અન્ય માટે રસ્તો કરી આપવો પડશે.

- Advertisement -

ગત વર્ષે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા લોકસભામાં બેકિંગ રેગ્યુલેશન અમેડમેન્ડ એકટ -2020 રજૂ કરવામાં આવ્યુ હતું. હાલમાં આ બિલમાં રજૂ થયેલી કો.ઓપરેટીવ બેંકના ડિરેકટર્સ માટેની કલમ 10એ ની શરતો પ્રમાણે સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં વ્યવસાયિક અભિગમ રાખી બોર્ડના 51 ટકા ડિરેકટર્સ પ્રોફેશનલ્સ હોવા જોઇએ. જે એકાઉન્ટસ, એગ્રીકલ્ચર, રૂરલ ઇકોનોમિકસ, કો.ઓપરેશન ઇકોનોમિકસ, ફાઇનાન્સ, લો, એસએસઆઇ અથવા એવા કૌશલ્ય કે જે બેંકને ઉપયોગી થાય. જેમાં પણ બે ડિરેકટર્સ એગ્રીકલ્ચર, રૂરલ ઇકોનોમિકસ કે કો.ઓપરેશન અથવા એસએસઆઇનું જ્ઞાન ધરાવતા હોવું આવશ્યક છે.

આ માપદંડ સહિત અન્ય શરત રૂપે કોઇ પણ ડિરેકટર્સ 8 વર્ષથી વધુ પદ પર નહીં રહી શકે તે પણ શરત મુકવામાં આવી છે. આ કાયદાની કોે.ઓપરેટીવ અને મલ્ટી સ્ટેટ કો.ઓપરેટીવ બેંકો માટે વિવિધ ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે. જેના પાલન માટે પડનારી ગુંચ મુદ્દે ચિંતા વ્યકત કરીને નાફકબે આરબીઆઇ ગર્વનરને પત્ર લખીને કાયદાની આંટીઘુટીઓના ઉકેલ માટે કમિટી તૈયાર કરવા માટે માંગણી કરી છે.
સ્થાનિક કો.ઓપરેટીવ સેકટર સાથે સંકળાયેલા બેકિંગ આગેવાનો જણાવે છે. કે, ગુજરાતમાં 48, દ.ગુજરાતમાં 18 અને સુરત 19 કો.ઓપરેટીવ બેંક આવેલી છે. નવા બેકિંગ રેગ્યુલેશન પ્રમાણે બોર્ડ ઓફ ડિરેકટર્સ માટે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરવું મુશ્કેલરૂપ થઇ શકે છે.

- Advertisement -

વધુમાં, જો કોઇ કો.ઓપરેટીવ બેંકમાં પ્રોફેશનલ્સ ડાયરેકટર્સ નહીં હશે. તો તેવું બોર્ડ ફરી પાછુ બનાવવાનું પડશે. તેમ કરવા જતાં ડાયરેકટર્સને કાઢવા પડશે. જો કોઇ કો.ઓપરેટીવ બેંક આમ નહીં કરે તો આરબીઆઇ તેવી બેંકને 2 માસની નોટીસ આપશે. નોટીસ પછી પણ બેંક બોર્ડ બનાવવામાં નિષ્ફળ રહે તો રિઝર્વ બેંક કેટલાંક ડિરેકટર્સને દૂર કરશે. અને યોગ્ય વ્યકિતને નિમણુંક કરશે. આ નિર્ણય સામે કોઇ પણ જગ્યાએ અપીલ થઇ શકશે નહી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular