જામનગર બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા આઠમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જેના ભાગ રૂપે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે સવારે શણગાર આરતીબાદ વૈદોકત વિધિ અનુસાર અભિષેક વિધિ, મહાપૂજા, અન્નકોટ દર્શન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. સંતો તથા હરિભકતોની ઉપસ્થિતિમાં ભકિતભાવ પૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવિક ભકતોએ ઉત્સાહભેર ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.