- Advertisement -
ઓખા નજીક ભારતિય જળસીમામાંથી ગઈકાલે અહીંના કોસ્ટ ગાર્ડ વિભાગ દ્વારા માછીમારી કરવા ઘુસી આવેલી બે ફિશીંગ બોટ પકડી પાડવામાં આવી હતી. જેમા સવાર કુલ 18 માછીમારોને ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા. જેની પૂછતાછ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સરકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ઓખા નજીકના અરબી સમુદ્રમાં પેટ્રોલીંગમાં રહેલી આધુનિક એવી અરિંજય બોટ દ્વારા પાકિસ્તાનની બે બોટ ભારતીય જળ સીમામાં ઘૂસી માછીમારી કરતી હોવાથી આ બંને બોટોને ઝડપી લેવામાં આવી હતી. જેમાં કુલ 18 ખલાસીઓ સવાર હતા. જેથી આ બંને બોટ સાથે તમામ 18 ખલાસીઓને આજે ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતીય જળસીમા મારફતે મોટી માત્રામાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો અહીં ઉતારવામાં આવો છે. આ વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે સતર્કતા દાખવી અને પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
- Advertisement -