Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં શ્રાવણી જુગારના આઠ દરોડા

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણી જુગારના આઠ દરોડા

પ્રથમ દરોડો જોડિયા ગામના જીરાગઢ ગામની સીમમાં આવેલા ધાંગારીના રસ્તે જવાના માર્ગ પર વાડીના શેઢે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે જોડિયા પોલીસે રેઇડ દરમ્યાન ભાવેશ સુરેશ વરૂ, ગૌરાંગ હેમરાજ રાઠોડ, કિશોર તરશી ટાંક, દયાળજી પ્રેમજી કાચા, અશોક કુંવરજી ચોટલિયા, જયેશ પ્રભુલાલ વેગડ, બેચર દામજી વરૂ, ભરત છગન મનાણી, ભાવેશ પિતાંબર ચોટલિયા, મુકેશ વસંત રામપરિયા સહિતના દસ શખ્સોને રૂા. 1,70,500ની રોકડ રકમ, રૂા. 65 હજારની કિંમતના 11 નંગ મોબાઇલ ફોન, રૂા. 2,10,000ની કિંમતના સાત નંગ બાઇક મળી કુલ રૂા. 4,45,500ના મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધર હતી.

- Advertisement -

બીજો દરોડો જામનગર તાલુકાના શાપર ગામમાં શંકર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં અલ્તાફ બોદુ સમા, શાહબાઝ હમીદ ખલીફા, ધર્મેન્દ્રસિંહ બળુભા વાઘેલા નામના ત્રણ શખ્સોને સિક્કા પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 12,240ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં આવેલી વાણંદ શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં બુધા કરશન મુંધવા, વિજય ડાયા મુળીયા, વેજા લાખા મુંધવા, હીરાલ બાબુ મુંધવા, સાવન મનસુખ મુળિયા, અજય કરશન મુંધવા નામના છ શખ્સોને ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 11,350ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -

ચોથો દરોડો જામનગર શહેરના મયુરનગર, વામ્બે આવાસ રોડ પરના સિધ્ધાર્થનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ઇદ્રીશ બશીર ડોસાણી, જીતુ વશરામ ચંદ્રપાલ, મનસુખ અમરા શિંગરખીયા નામના ત્રણ શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 1200ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

પાંચમો દરોડો કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં પ્રવીણ મનુ મકવાણા અને ચાર મહિલા સહિત પાંચ શખ્સોને રૂા. 10,350ની રોકડ તથા ગંજીપના સાથે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છઠો દરોડો કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં જાહેરમાં જુગાર રમતા અનિલ બાબુ સોલંકી, કરશન રત્ના બાંભવા, ધર્મેશ ધીરૂ મકવાણા નામના ત્રણ શખ્સને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા. 5720ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

સાતમો દરોડો જામનગર શહેરના રણજિત સાગર રોડના કૂબેર પાર્કમાં તીનપતીનો જુગાર રમતા યાજ્ઞિક દિનેશ ભંડેરી, આશિષ જેન્તી મુંગરા, જયેશ વલ્લભ કણઝારિયા, ઉદય નારણ ખતરી નામના ચાર શખસોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 10,200ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા. આઠમો દરોડો સાધના કોલોની વિસ્તારમાંથી તીનપતીનો જુગાર રમતા વિજય કેશવજી સખિયા, જેઠાનંદ ખાનચંદ લાલવાણી, અશોકસિંહ ચંદુભા ચુડાસમા, રણધીરસિંગ ભરતસિંગ વત્સગોતરી તથા બે મહિલા સહિત છ શખ્સોને રૂા. 4010ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular