Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા અંતર્ગત આઠ મિલકતો જપ્ત

જામ્યુકો મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા અંતર્ગત આઠ મિલકતો જપ્ત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરા ધારકો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરમાં મિલકત વેરો ન ભરનાર બાકીદારોની કુલ રૂા. 3,41,012 જેટલી મિલકત વેરાની રકમ બાકી હોય, આઠ મિલકતોને જપ્ત કરવામાં આવી હતી. જે પૈકી પાંચ મિલકત ધારકો દ્વારા વેરો ભરપાઇ કરવામાં આવતાં મિલકતોના સિલ ખોલવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચના અનુસાર આસી. કમિશનર (ટેકસ) તથા ટેકસ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વોર્ડવાઇસ રિક્વરી ટીમો દ્વારા મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુકેશ બાબુભાઇ બારીયા, યુવરાજસિંહ એન. સરવૈયા, હિરેન પી. સોની, મિનાબેન દિલીપભાઇ દત્તાણી, ભામાશા શ્રેણિકકુમાર ઉદાણી, માલિક દાદુભાઇ વારોતરીયાના ભાડુઆતની ત્રણ મિલકતો સહિત કુલ આઠ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. જે પૈકી પાંચ મિલકત ધારકો દ્વારા મિલકત વેરો ભરપાઇ કરવામાં આવતાં સદરહુ મિલકતોના સિલ ખોલવામાં આવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં હજૂ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, તાત્કાલિક બાકી મિલકત વેરો ભરપાઇ કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular