જામનગરમાં દરેડ ગામે બ્રાસપાર્ટસના કારખાનામાંથી આઠ શખ્સોને એલસીબીએ તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 1,25,650ની રોકડ સહિત કુલ રૂા. 2,31,650ની કિંમતના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામે વિશાલચોક, પ્લોટ નં. 124 બ્રાસપાર્ટસના કારખાનામાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેઇડ દરમિયાન કેતન મોહન પરમાર, રમેશ નારણ કરંગીયા, શૈલેષ રણછોડ પરમાર, તુલસી ભવાન પરમાર, લવજી પરસોતમ પરમાર, ભગવાનજી બેચર નકુમ, જીતુભા બચુભા ચુડાસમા તથા દયાળજી માધા ધારવીયા નામના આઠ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 1,25,650ની રોકડ, રૂા. 26000ની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન, રૂા. 80000ની કિંમતના બે વાહન સહિત કુલ રૂા. 2,31,650ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.