જામજોધપુરના કોટડા ગામ વાડી વિસ્તાર ખાતે છ શખ્સોને પોલીસે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.11320 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામજોધપુરમાં બે શખ્સો વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપાયા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુરના કોટડા ગામ વાડી વિસ્તાર ખાતે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન હસમુખ ગોવિંદ કટારીયા, અરવિંદ દેવશી નગરીયા, રમણિક ઠાકરશી વેગડ, નરેન્દ્ર ઉર્ફે ભીખુ નરશી કણસાગરા, અલ્પેશ લખમણ દેલવાડિયા તથા સુભાષ લાલજી ડેડાણિયા નામના છ શખ્સોને તીનપતિનો જૂગાર મતા ઝડપી લઇ રૂા.11320 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, જામજોધપુરમાં ગાંધી ચોકમાં આવેલ જય સંતોષી માં નામની દુકાન પાસેથી જામજોધપુર પોલીસે મુકેશ ઉર્ફે મુકો રુગનાથ મણવર તથા સોહિલ ઉર્ફે નાળી મામદ રાવકરડા નામના બે શખ્સોને વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.2590 ની રોકડ રકમ કબ્જે કરી હતી.