લાલપુરના મેઘપરમાં પોલીસે દરોડા દરમિયાન ચાર શખ્સોને રૂા.10,390 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જામજોધપુરના ધ્રાફામાંથી પોલીસે દરોડા દરમિયાન ચાર શખ્સોને રૂા.7320 ની રોકડ અને ગંજીપના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) માં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન રાજુ મોહન લાલવાણી, અશોક રાયદે પરમાર, મુના કારા પરમાર અને દેવરખી પુંજા પરમાર નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.10,390 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં સાત વડલા સિમ વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન સંજયસિંહ જુવાનસિંહ જાડેજા, મુળરાજસિંહ બળવંતસિંહ જાડેજા, શકિતસિંહ મુળરાજસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ સજનસિંહ જાડેજા નામના ચાર શખ્સોને રૂા. 7320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.