જામનગરમાં દિગ્જામસર્કલ નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં તીનપતિ રમતા સાત મહિલા સહિત આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેના ઝુંપડપટ્ટી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલાઓ અને દેવાણંદ માણસી ધમા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.